Pasag Vihar
    • Pasag Vihar
    • Guruji
    • Parawani
    • Online Library
    • Articles
    • Dictionary
    • Media
    • Contact Us
Donate
Sign in
Pasag Vihar

A spiritual home for the Jain seeker — magazine, digital library, articles, shibirs, and seva, carried by two Section-8 foundations.

PASAG Vihar Foundation

Reg. u/s 80G · Section-8 Company

Mahaveer Keval Foundation

Reg. u/s 12AB · Section-8 Company
Gat No. 925, Village Anjneri, Taluka Trambakeshwar, District Nashik — 422213
ExploreHomeAboutOnline LibraryStoreArticlesDictionary
FoundationDonateAuthorsContact
PoliciesPrivacy PolicyShipping PolicyRefund PolicyTerms & Conditions

PASAG Vihar Foundation (CIN: U85499MH2024NPL429800, 80G) · Mahaveer Keval Foundation (CIN: U88900MH2024NPL418489, 12AB) · 101, 1st Floor, Plot No. 439, Hasham Premji Building, Kalbadevi, Mumbai - 400002
© 2026 PASAG. All rights reserved.PASAG Vihar Dhyan Kendra · Anjneri, Nashik
← All articles
Sadhna PaddhatiGujarati

Antar Yatra

By P. P. Bhaktiyogacharya Yashovijaysuri M. S. · 12 July 2019 · 2 min read

Antar Yatra

ભીતર ઊતરવાનો એક ક્રમ આવો છે :
સૂત્રાનુપ્રેક્ષા, અર્થાનુપ્રેક્ષા, અનુભૂતિ.
અર્થાનુપ્રેક્ષા અનુભૂતિનું દ્વાર બની
રહેવું જોઈએ. અનુભૂતિ માટેના
માર્ગોની જ તેમાં વિચારણા થશે.

પિસ્તાલીસ આગમ ગ્રંથોમાં રહેલી ભાગવતી આજ્ઞાનો
સાર, નિચોડ પૂજ્યપાદ મહોપાધ્યાયજી યશોવિજય
મહારાજાએ “શ્રીપાળ રાસ’માં શબ્દબદ્ધ કર્યો.
આગમ-નોઆગમ તણો, ભાવ તે જાણો સાચો રે;
આતમ ભાવે સ્થિર હોજો, પરભાવે મત રાચો રે…

આ સૂત્રની શબ્દાનુપ્રેક્ષા તો સ્પષ્ટ જ છે :
આત્મભાવમાં સ્થિર થવું, પરભાવમાં ન જવું.
અર્થાનુપ્રેક્ષામાં સૂત્રના પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ વચ્ચે
કાર્ય-કારણભાવ સૌ પ્રથમ સમજાશે.
પરભાવમાં ન જવું એ સાધન છે.
સ્વભાવમાં સ્થિર થવું તે સાધ્ય છે.

થોડુંક આગળ વધીએઃ, “પરભાવમાં ન જવું’ એમ કહ્યું છે. પરદ્રવ્યોનો ઉપયોગ, સાધનામાર્ગમાં ઉપયોગી હોય તે રીતે થઈ શકશે.
હું ઘણીવાર કહેતો હોઉં છું : પ્રભુ કહે છે કે, બેટા! રોટલી-દાળનો ઉપયોગ તું કરી શકે છે, પણ રોટલી-દાળમાં ઉપયોગ (રાગાત્મક કે દ્વેષાત્મક રૂપે) તું નથી રાખી શકતો.
એવા સાધકો આજે છે, જેમને દિવસમાં પાંચ વાર ભોજન આપો તો ય જમી લે છે… અને પાંચ દિવસ ભોજન ન અપાય તો ખ્યાલ સુદ્ધાં નથી હોતો કે નથી ખાધું.

“સમાધિશતક’માં મહોપાધ્યાય શ્રી યશોવિજય મહારાજ આવા સાધકની દશાને વર્ણવતાં કહે છે :

“દેખે ભાખે આૈર કરે, જ્ઞાની સબ હી અચંભ;
વ્યવહારે વ્યવહાર સું, નિશ્ચય મેં થિર થંભ…’

ભીતર ડૂબેલ કોઈ સાધક પાસે ભક્તો આવતા હોય… પણ એ પોતાની દશામાં જ મગ્ન હોય… ક્યારેક એવા સાધકને એમનો અનુયાયી કહે કે, સાહેબ! ભક્તો આવ્યા હોય ત્યારે આપ એમની સામે જૂઓ, કંઈક બે-ચાર શબ્દો એમની સાથે બોલો તો સારું લાગે.

અને ત્યારે, પૂજ્ય જંબૂવિજય મહારાજ જેવા કોઈ સાધક કહી ઊઠે : અચ્છા, આવું કરવું પડે? તો ચાલો, કરી લઈએ. થોડુંક બોલી દઈએ. વાસક્ષેપ આપી દઈએ, આવું કરવું પડે તો કરી લઈએ… “વ્યવહારે વ્યવહાર સું, નિશ્ચય મેં થિર થંભ…’ પણ એ વખતે ય એ સાધક નિશ્ચય દશામાં ગરકાવ હોય છે. આ બધું ય ચાલ્યા કરે અને આત્મભાવમાં રમવાનું ય ચાલ્યા કરે.

તો, પરભાવમાં ન જવું એ સાધન થયું. આત્મભાવમાં જવું તે સાધ્ય.
પરભાવમાં ન જવાય એ માટે જોઈશે પ્રબળ જાગૃતિ.

ભીતરનો આનંદ જ્યારે બળુકો થઈને પ્રગટેલ હોય ત્યારે તો આ જાગૃતિ અલગ જ હોય છે પણ પ્રારંભ દશામાં પણ એ એવી તો જોઈએ જ કે પરદ્રવ્યોનો ઉપયોગ થયા કરે ત્યારે ય રાગ-દ્વેષની ધારામાં ન જવાય.

જાગૃતિ એ હશે કે પરદ્રવ્યો એ રીતે પસંદ કરાય કે એમાં રાગાદિના પ્રવેશને અવકાશ ઓછો રહે. જેમ કે રોટલી-દાળનું ભોજન, સાદાં સફેદ વસ્ત્રો.

અર્થાનુપ્રેક્ષા, આ જાગૃતિ અનુભૂતિમાં ઢળશે… પછી હશે માત્ર આત્મભાવ… બહાર જેવું કંઈ હશે જ નહીં… પરભાવ ગયો ને!

સંત નિસર્ગદત્તજીને એક મુમુક્ષુએ પૂછેલું : “અમે બહાર છીએ. આપ ભીતર છો. બહારથી અંદર આવવાનો માર્ગ બતાવો ને!’

સંતે કહેલું : “બહાર જેવું કંઈ છે જ નહીં. માર્ગની વાત ક્યાં કરો છો?’
અંંતઃપ્રવિષ્ટ સાધકની આ મઝાની દશા…
સૂત્રાનુપ્રેક્ષા, અર્થાનુપ્રેક્ષા… અને લો અનુભૂતિ આ રહી!


Share
Topics
By Edition
By Language
Recent Articles

Related articles

Karta Aane Kriya
Sadhna PaddhatiGujarati
Karta Aane Kriya

સામાન્યથી જોવામાં આવે છે કે કોઈ પણ વાક્ય હોય, તેમાં બે વસ્તુઓ ઉલ્લેખિત અવશ્ય હોય છે : કર્તા ક્રિયા દા.ત. રમેશ જાણે છે.

12 Jul 2019 · 5 min read
Karma Aane Sakshi
Sadhna PaddhatiGujarati
Karma Aane Sakshi

જે તે કર્તવ્યક્રમોને સ્વાધિકારે કરવાના હોય, તેનો પ્રથમ સ્વાધિકાર નિર્ણય થવાથી અવબોધાઈ શકે. સ્વાધિકારનો નિર્ણય કરવાથી મનુષ્ય કર્તવ્યની અનેક ગૂંચવણમાંથી મુક્ત થાય છે, પશ્ચાત્ તે અધિકાર પરત્વે કર્તવ્યકાર્યોની સિદ્ધિ માટે પૂર્ણ હોંશ અને જોશથી પ્રવૃત્તિ કરે છે.

12 Jul 2019 · 4 min read